તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:જામનગર જિલ્લા જેલમાં બંધ 100 કેદીઓેને કોરોના પ્રતિરોધક રસી આપવામા આવી

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જામનગર મનપાના સહયોગથી કેમ્પનું આયોજન કરાયું

જામનગર જિલ્લામાં વધતા કોરોના સંક્રમણના પગલે રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે સામાન્ય લોકોની માફક જિલ્લા જેલમાં બંધ કેદીઓનું પણ રસીકરણ કરવામા આવ્યું હતું.

જામનગર જિલ્લા જેલના ઇ.ચા.અધિક્ષક પી.એચ.જાડેજા દ્વારા જામનગર મહાનગરપાલીકાના સહયોગથી જામનગર જિલ્લા જેલ ખાતે જેલના બંદિવાનોને કોવિડ-19 પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં 84 જેલના કાચા આરોપી, 15 પાકા કેદી, તથા પાસા અટકાયતી હેઠળના 01 એમ કુલ મળી 100 બંદિવાનોને કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે.

આ કેમ્પમાં જામનગર મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગના મેડીકલ ઓફીસર ડો.ધારાબેન ત્રિવેદી તથા મેડીકલ સ્ટાફ, જામનગર જિલ્લા જેલના ઇ.ચા.અધિક્ષક પી.એચ.જાડેજા, જનરલ સુબેદાર બાબુભાઇ જી.પરમાર, ફિઝીશ્યન ડો.સી.એસ.ડાંગેરા, ડો.મલય આચાર્ય, ડો.સુનિલ પ્રસાદ તથા જેલ સ્ટાફે જરૂરી બેઠક વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા કરી જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો