જામનગરમાં રહેતા પરિવારની 13 વર્ષની પુત્રીને ગત તા.28-1-2018ના રવિ વિનોદ નામનો શખસ મોટરસાયકલમાં બેસાડી અપહરણ કરી ગયો હતો. થોડા દિવસો બાદ સગીરાને રાજકોટના રેલવે સ્ટેશન પર મુકી રવિ નાસી છૂટ્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં રાજકોટ રેલવે સ્ટેશન પરથી સગીરા મળી આવતા પોલીસે તેણીનું નિવેદન નોંધ્યું હતું. જેમાં સગીરાએ જામનગરથી મોટરસાયકલમાં રાજકોટ લઈ જવાયા પછી ત્યાં રવિએ તેણીના બુટીયા વેચી નાખ્યા હતા.
તે પછી ચોટીલા લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. સાત દિવસ સુધી ચોટીલા રોકાયા પછી એસટી બસમાં તેણીને લુણાવાડા લઈ જવાઈ હતી ત્યાં પંદર દિવસ રાખી રવિએ દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી રાજકોટ લાવી રેલવે સ્ટેશન પર મૂકી રવિ ભણી ગયાનું જણાવ્યું હતું.
આથી પોલીસે રવિ સામે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું. આ કેસ જામનગરની ખાસ અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી રવિને 10 વર્ષની કેદની સજા તથા રૂ.10000 નો દંડ ફટકાર્યો છે. સગીરાને કમ્પેન્સેશનમાંથી રૂ.4.50 લાખની રકમ વળતરપેટે ચૂકવવામાં આવશે. સરકાર તરફથી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.