તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં 10 વર્ષની જેલ સજા, જુબાની, પુરાવા ધ્યાને લઇ કોર્ટનો ચૂકાદો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મુરીલા પંથકની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં અદાલતે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. ભોગગ્રસ્તની જુબાની, દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ કોર્ટે સજાનો હુકમ ફરમાવ્યો હતો.દેરડીધારમાં રહેતા પ્રવીણ ઉર્ફે પરબત જોરા વાડોદરિયા તથા તેનો ભાઇ વિક્રમ જોરા મોટરસાયકલ પર મુરીલા ગામના પાદરમાં આવ્યા હતાં અને સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયા હતાં, બંને ભાઇઓ સગીરાને માંગરોળની બાજુના ગામમાં લઇ ગયા હતાં અને બળજબરીથી બાંધી રાખી હતી. જયાં પ્રવીણ ઉર્ફે પરબત જોરાએ સગીરા પર એક થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું.

બનાવ અંગે ભોગગ્રસ્તના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધવી હતી. પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું. કેસ જામનગરની પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મુકેશભાઇ જાનીની રજૂઆતો, ભોગ બનનારની જુબાની, દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ ન્યાયાધીશ કે.આર. રબારીએ આરોપી પ્રવીણને તકસીરવાન ઠેરવી દુષ્કર્મના કેસમાં 10 વર્ષની સજા અને 17000 નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...