તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જામનગરમાં જુગાર રમતી 8 મહિલા સહિત 10 ઝબ્બે

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ.17000 થી વધુની મતા કબ્જે કરતી પોલીસ

જામનગરના રીંગરોડ પર આવેલી તિરૂપતી સોસાયટી-1માં શાળા પાસે સાંજે જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી ગીતાબેન દિનેશભાઈ કોળી, હકુબેન રમેશભાઈ કોળી, રસિલાબેન રાજુભાઈ મકવાણા, વસંતબેન મોહનભાઈ મકવાણા નામની ચાર મહિલા ગંજીપાના વડે જુગાર રમતી ઝડપાતા પોલીસે રૂ.11330 રોકડા કબ્જે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

જામનગરના અંધાશ્રમ આવાસમાં હનુમાનચોકમાં તીનપત્તી રમતા પારસ બીરજુભાઈ કામલે, જયેશ લખમણભાઈ પરમાર, પ્રસન્નબા વિક્રમસિંહ જાડેજા, વર્ષાબા ચંદુભા પરમાર, ગાયત્રીબેન ભરતભાઈ કોળી, અરૂણાબેન ગોપાલભાઈ રામાવતને પોલીસે પકડી પાડી રૂ.6440 કબ્જે કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો