• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • 10 Girls From Jamnagar Selected In Saurashtra Under 15 Cricket Team Were Felicitated, The Players Were Welcomed By Showering Flowers.

મહિલા ક્રિકેટરોનું સન્માન:સૌરાષ્ટ્ર અંડર-15 ક્રિકેટ ટીમમાં પસંદગી થયેલી જામનગરની 10 બાળાઓનું સન્માન, પુષ્પવર્ષા કરી ખેલાડીઓનું સ્વાગત કરાયું

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) સંચાલિત વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર ડિસ્ટ્રિક્ટની 10 મહિલા ક્રિકેટ ખેલાડીઓની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસ.સી.એ.)માં પસંદગી થઈ છે. જામનગરની 10 બાળાઓ એકસાથે પસંદગી પામતા રમતજગતમાં ખુશીની લહેર વ્યાપી છે. ત્યારે અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન ક્રિકેટ બંગલો ખાતે તેઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

બાળાઓ માટે સન્માન સમારોહ યોજ્યો
તા.27 ડીસેમ્બરથી ઈન્દોર ખાતે દેશમાં પ્રથમ વખત ડોમેસ્ટિક(આંતર રાજ્ય) અંડર-15 મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા જાહેર થયેલી ટીમમાં જામનગરની 10 બાળાઓ રાબીયા સમા, જીયા ઉધાસ, ચિત્રાંશી વાઘેલા, અંશિકા જાંગીડ, હર્ષિતાબા જાડેજા, માનસી ગોહિલ, વિરાલી પરેજીયા, સ્મૃતિ જેના, જહાન્વી કંડોરિયા, રૂહી સોલંકીનો સમાવેશ થતાં જામનગર ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશને બાળાઓ માટે સન્માન સમારોહ યોજ્યો હતો. જેમાં અંડર 15 મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિલેક્ટ થયા છે તેમને બેન્ડ બાજા સાથે ક્રિકેટ બંગલાની અંદર પ્રવેશ કરાવી પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ક્રિકેટ એસોસિયેશનના હોદ્દેદારો અને વાલીઓ તેમજ ખેલાડીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...