તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ફાયરિંગ કેસમાં 7 આરોપીના 10 દિ’ના રિમાન્ડ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુમાફિયા જયેશ પટેલ સાથે સંપર્કમાં હોવાનુ મનાતા સુત્રધારની પણ ઘનિષ્ઠ પુછપરછ શરૂ થઇ

જામનગરના રણજીતસાગર રોડ પર ઇવા પાર્ક વિસ્તારમાં બિલ્ડર પર સરાજાહેર ફાયરીંગ કરી હત્યાના પ્રયાસના પ્રકરણમાં પોલીસે સુત્રધાર સહીત સાત આરોપીની ધરપકડ કરી હતી જેના સાતેયના દશ દિવસના રીમાન્ડ મેળવી સધન પુછપરછ હાથ ધરી છે.જયારે એક સગીરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાયો છે.જયારે મુખ્ય કાવતરાખોર ભુમાફિયા જયેશ પટેલ સાથે પકડાયેલો એક સુત્રધાર સંપર્કમાં હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે તેની સધન પુછપરછના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરના ઇવા પાર્કમાં રહેતા બિલ્ડર હસમુખભાઇ પેઢડીયાના ભાઇ જયસુખભાઇ ઉર્ફે ટીનાભાઇ દેવરાજભાઇ પેઢડીયા પર ગત તા. 28ના રોજ સવારે બાઇકસવાર ચાર શખ્સોએ ધસી આવી એક શખ્સે ગોળી મારી હત્યાનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં બિલ્ડર બંધુની ફરીયાદ પરથી પોલીસે ભુમાફિયા જયેશ પટેલ સહિત ચાર અજાણ્યા શખ્સો સામે ગુન્હાહિત કાવતરૂ રચી હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે સીસીટીવી ફુટેજની મદદ સાથે બાતમીદારોને કામે લગાડી બાઇકસવાર ચાર આરોપી મયુર હાથલીયા, દિપ હડીયા, સુનિલ કણજારીયા, એક સગીર,ભીમશી કરમુર, કરણ ઉર્ફે કારો કેસરીયા, સુનિલ ઉર્ફે જાંબુ અને સુત્રધાર ભરત ઉર્ફે કચો ચોપડાને પકડી પાડયા હતા. જેમાં સગીરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાયો હતો.જયારે અન્ય સાત આરોપીના પોલીસે તા.12મી સુધી દશ દિવસના રીમાન્ડ મેળવી સધન પુછતાછ હાથ ધરી છે.

પ્રાથમિક પોલીસ તપાસમાં ભુમાફિયા જયેશ મુખ્ય કાવતરાખોર હોવાનુ સામે આવ્યુ હતુ જેમાં સોપારી આપી હત્યાનુ કાવતરૂ રચ્યુ હોવાનુ ખુલ્યુ છે.જયારે આ પ્રકરણમાં પકડાયેલો સુત્રધાર ભરત ઉર્ફે કચો ભુમાફિયા જયેશ પટેલ સાથે કથિત સંપર્કમાં હોવાનુ પણ સામે આવતા પોલીસે તેના સહિત રીમાન્ડ પર રહેલા સાતેય આરોપીની ધનિષ્ઠ પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. ફાયરીંગના બનાવમાં કેટલી સોપારી અપાઇ હતી? કયાં આરોપીને કેટલી રકમ મળી? સહિતની બાબતો હવે પકડાયેલા આરોપીઓની પુછપરછ સાથે હવે સધન તપાસમાં ખુલશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો