તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારીથી આર્થિક માર:સ્ટેશનરીમાં 10 કરોડ, યુનિફોર્મમાં 5 કરોડ, સ્કૂલબુટના વેપારને રૂા. 50 લાખનો ફટકો

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
કીરીટ મહેતા, સ્ટેશનરીના વેપારી, જામનગર - Divya Bhaskar
કીરીટ મહેતા, સ્ટેશનરીના વેપારી, જામનગર
  • સ્કૂલ યુનિફોર્મ, બુટ અને બેગનું વેંચાણ બંધ થયું
  • જામનગરમાં આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુના વેચાણમાં વધારો થયો હોવાનું જણાવતા વેપારીઓ

કોરોના મહામારીની ગંભીર અસર વેપાર ક્ષેત્રમાં જોવા મળી છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો છે. કોરોનાની એન્ટ્રી બાદ શાળાઓ બંધ થઇ હતી. ત્યારબાદ શાળાઓમાં સતત ઓનલાઇન શિક્ષણથી સ્ટેશનરી, યુનિફોર્મ, સ્કુલ બેગ અને બુટની માંગ તદન ઘટી ગઇ છે.

મહામારીના કારણે ગત વર્ષે અને ચાલુ વર્ષે ઓનલાઈન શિક્ષણથી સ્કૂલ યુનિફોર્મ, બેગ અને બુટનું વેંચાણ બંધ થઇ ગયું છે. આથી કોરોના મહામારી બાદ જામનગરમાં સ્ટેશનરીના વેંચાણમાં અંદાજે રૂ.10 કરોડ, યુનિફોર્મના વેંચાણમાં રૂ. 4 થી 5 કરોડ, સ્કૂલ બુટના વેચાણમાં રૂ. 50 લાખનું નુકશાન થયું હોવાનું જામનગરના વેપારીઓએ જણાવ્યું છે.

સામાન્ય દિવસો કરતાં સ્ટેશનરીનો 25 ટકા ઓછો વેપાર
કોરેના મહામારીના કારણે ઓનલાઇન શિક્ષણ શરૂ થતા લખવાના ચોપડાની જગ્યા પીડીએફ ફાઈલ લઈ લીધી છે તો અન્ય સ્ટેશનરીની ચીજવસ્તુનું વેંચાણ પણ ઘટયું છે. આથી સ્ટેશનરીનો વેપાર 25 ટકા જેટલો ઓછો થઈ ગયો છે. જો કે, આર્ટ એન્ડ ક્રાફ્ટ મટીરીયલ વેચાણ વધ્યું છે કે કારણ કે આર્ટ એન્ડ ક્રાફ્ટ ઓનલાઇન શક્ય નથી. > કીરીટ મહેતા, સ્ટેશનરીના વેપારી, જામનગર

વિદ્યાર્થીઓ ઘરે રહીને જ અભ્યાસ કરતા હોવાથી સ્કૂલ બુટનું વેંચાણ થતું નથી

સ્કૂલ ઓનલાઇન શરૂ થતા વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરે છે, શાળાએ જવાનું રહેતું નથી. આથી સ્કૂલ બુટનો વપરાશ કરવાનો આવતો જ નથી. છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલ બુટનું વેંચાણ બંધ થઇ ગયું છે. આ વર્ષે શાળા ખુલવાની સાથે વેંચાણની આશા હતી પરંતુ ઓનલાઇન શિક્ષણથી સ્કૂલ બુટનું વેંચાણ થતું નથી. > અમિત પારીયા, સ્કૂલ બુટના વેપાર,જામનગર

​​​​​​​કેટલીક સ્કુલોએ ઓનલાઇન શિક્ષણમાં પણ યુનિફોર્મ ફરજિયાત રાખતા થોડું વેચાણ થયું

ગત વર્ષે કોરોનાના કારણે ઓનલાઇન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓને સ્કુલ યુનિફોર્મ જરૂર રહી ન હતી. જેના કારણે યુનિફોર્મનું વેંચાણ બંધ થઈ ગયું છે. પહેલા કેન્દ્રીય વિદ્યાલય અને અમુક ખાનગી સ્કુલોમાં ઓનલાઈન શિક્ષણમાં પણ ફરજીયાત સ્કૂલ ડ્રેસ પહેરવાનો નિયમ હોવાથી થોડું વેચાણ થયું હતું. > જસ્મિન ગુઢકા, યુનિફોર્મના વેપારી, જામનગર

​​​​​​​બીજા વર્ષે પણ શાળા બંધ રહેતા સ્કુલબેગનો વેપાર ઠપ

સ્કૂલ છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. જેને કારણે વિદ્યાર્થીઓને બેગની જરૂર પડતી નથી. આથી સ્કૂલ બેગની કોઇ માંગ ન રહેતા વેંચાણ મહદઅંશે બંધ થઇ ગયું છે. કોરોનાનું સંક્રમણ ઘટતા શાળા ખુલવાની આશા હતી. પરંતુ સતત બીજા વર્ષે ઓનલાઇન શિક્ષણથી બેગનું વેંચાણ ન થતાં આશા પર પાણી ફરી વળ્યું છે. > જીતુભાઈ મોટવાણી, સ્કુલ બેગના વેપારી, જામનગર

અન્ય સમાચારો પણ છે...