કાર્યવાહી:વસઈમાં દારૂ સાથે 1 ઝબ્બે, જામનગરના પ્રવિણ ગજરાનું નામ ખૂલ્યું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરના વસઇ ગામે સિક્કા પોલીસે શખસને એક પેટી દારૂ સાથે પકડી પાડ્યો હતો જે દારૂ જામનગરના પ્રવિણ ગજરા પાસેથી ખરીદ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વસઇ ગામે આવેલા સિક્કા પોલીસે ચોક્કસ હકીકતના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ચેરિયાડાડાના મંદિર પાસેથી હરેન્દ્રસિંહ ઉર્ફે ભાભો દેવુભા જાડેજા નામના શખસને આંતરી લીધો હતો. જામનગરમાં વિશાલ હોટલ પાસે રહેતા આ શખસના કબ્જામાંથી રૂા.6,000ની કિંમતનો 12 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે આ શખસની ધરપકડ કરી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.

પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો જામનગરમાં રહેતાં પ્રવિણ ઉર્ફે પવી ગજરા પાસેથી ખરીદ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી બન્ને સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...