ક્રાઇમ:ખીજડિયા પાસે બાઈકમાં દારૂની હેરાફેરી કરતો 1 ઝબ્બે

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 બોટલ-બાઇક સહિતનો મુદ્દામાલ કબજે

જામનગરની ભાગોળે રાજકોટ રોડ પર ખીજડીયા બાયપાસ પાસે પંચ એ પોલીસે બાઇક પર દારૂ સાથે નિકળેલા એક શખ્સને પકડી પાડી દારૂની પાંચ બોટલ અને બાઇક સહીત રૂ.32,500નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે જામનગરમાંથી દારૂના પાંચ ચપલા સાથે શખ્સને દબોચી લીધો હતો.પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડીયા બાયપાસ પાસે પંચ એ પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઇકને અટકાવી તેની તલાશી લીધી હતી જે વેળા બાઇકમાંથી ઇંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવી હતી.આથી પોલીસે બાઇકચાલક જયેશ મનસુખલાલ બાટીને પકડી પાડી રૂ.અઢી હજારની કિંમતનો દારૂ અને બાઇક સહીત રૂ.32,500ની માલમતા કબજે કરી હતી.

પોલીસે પકડાયેલા શખ્સ સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી જીણવટભરી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.જયારે જામનગરમાં સીટી સી પોલીસે દિગ્વિજય પ્લોટ-49 રોડ પર પોલીસે જીતેન્દ્ર ઉર્ફે પીન્ટુ દેવજીભાઇ પરમારને ઇંગ્લીશ દારૂના પાંચ ચપલા સાથે પકડી પાડી તેની સામે દારૂબંધી ભંગ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના શેખપાટ ગામે પંચકોશી-એ પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. પોલીસે સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો, દેશી દારૂ બનાવવાનો આથો ઉપરાંત જુદા-જુદા સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી ઘોઘુભા નટુભા સોઢા સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...