જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં બે પાડોશીઓ ઝઘડો થયો હતો જેમાં એક યુવાન પર છરી વડે હુમલો કરાયો છે. જેને છોડાવવા વચ્ચે પડેલા નાના ભાઈને પણ ધમકી અપાઈ હતી. જેની ફરિયાદ નોંધાવાઈ છે. રામેશ્વરનગર ગરબી ચોક વિસ્તારમાં રહેતા હેમેન્દ્રસિંહ રતનસિંહ રાઠોડ નામના 30 વર્ષના યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ પોતાના ભાઈને પણ ધાક ધમકી આપવા અંગે પાડોશમાં રહેતા દિપક કાંતિભાઈ ચૌહાણ નામના શખસ સામે ફરિયાદ નોંધાવી છે.
ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. આરોપી દીપકના પિતા પોતાના મકાનની અગાસી પર આવેલા રૂમમાં દરવાજો ખૂલ્લો રાખીને કપડા બદલતા હોવાથી તેને ના પાડવા જતાં ઉશ્કેરાઈ જઈ હુમલો કરાયાનું જાહેર કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.