શહેરના કારખાનેદારે રૂ.5 લાખનો બ્રાસ સ્ક્રેપ ઉધાર ખરીદી ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે કારખાનેદારને એક વર્ષની કેદ, ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે. શહેરમાં મધુવન મેટલ્સ નામનું કારખાનુ ચલાવતા ભગવાનદાસ ચંદનાણી પાસેથી ન્યુ મુકેશ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝવાળા ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર કરશનભાઈ પરમારે રૂ.5 લાખનો બ્રાસ સ્ક્રેપ ખરીદ કરી આ રકમની ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
જે ચેક પરત ફરતા ભગવાનદાસે નોટીસ પાઠવ્યા પછી તેની સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલુ હતો તે દરમિયાન ફરિયાદીનું નિધન થતા તેમના વારસ અલ્પાબેન ચંદનાણીએ ફરિયાદી તરીકે જોડાવવા અરજી કરી હતી તેને કોર્ટે મંજુર રાખી હતી. આ કેસ ચાલી જતાં બંને પક્ષની રજૂઆતો ધ્યાને લઇ કોર્ટે આરોપી ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર પરમારને તક્સીરવાન ઠરાવી 1 વર્ષની કેદની સજા, ચેકની રકમનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.