હુકુમ:શહેરમાં ચેક રીટર્નના કેસમાં 2 આરોપીને 1 વર્ષની કેદ

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નાણાંની ચૂકવણી માટેના ચેક પરત ફર્યા’તા
  • ચેકની રકમનો દંડ ફટકારતી અદાલત

જામનગરમાં ચેક રીટર્નના કેસમાં અદાલતે બે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે. જામનગરના કિશોરભાઈ વી. થડેશ્વર નામના આસામી પાસેથી રૂા. 2.44 લાખની રકમ મગનભાઈ રામજીભાઈ ખાણધરે હાથઉછીની મેળવ્યા પછી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કિશોરભાઈએ નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં ફરિયાદ કરી હતી. આ કેસ ચાલી જતાં બંને પક્ષની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે આરોપી મગનભાઈ ખાણધરને તક્સીરવાન જામનગરની રંગમતી સોસાયટીમાં રહેતા ઈમ્તિયાઝ માજીદ ડાકોરાએ પોતાના મિત્ર મામદ સીદીક સમેજા પાસેથી અગાઉ સંબંધદાવે રૂ.8 લાખ હાથ ઉછીના લીધા હતા.

તે રકમની પરત ચૂકવણી માટે ઈમ્તિયાઝે બે ચેક આપ્યા હતા. તે ચેક બેંકમાં જમા કરાવવામાં આવતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા. તેથી તેને નોટીસ પાઠવાઈ હતી. તેમ છતાં રકમ ચૂકવવામાં ન આવતા મામદ સમેજાએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતાં બંને પક્ષની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે આરોપી ઈમ્તિયાઝ ડાકોરાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ આઠ લાખ પર નવ ટકા લેખે વ્યાજ ગણી તે રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...