તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપર ટેલેન્ટેડ બાળક:ઓખામાં 1 વર્ષ અને 7 મહિનાનો યજ 60 સેકન્ડમાં 21 દેશોના ધ્વજને ઓળખી બતાવે છે

જામનગરએક મહિનો પહેલા
યજની તસવીર
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાનો આ ફ્રેન્ચ ભાષા પણ શીખી રહ્યો છે

દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ઓખામાં રહેતો 1 વર્ષ અને 7 મહિનાનો યજ જયભાઈ બારાઈ માત્ર એક જ મિનિટમાં 21 ધ્વજને ઓળખી બતાવે છે. આ સાથે જ તે ફ્રેન્ચ ભાષામાં શુભેચ્છા શબ્દો, 1થી 15ના આંકડા તેમજ અંગ્રેજી આલ્ફાબેટ, થોડા પ્રાણી અને પક્ષીના નામ પણ બોલે છે. યજને અલગ-અલગ દેશના 21 ધ્વજ ઓળખી બતાવવા માટે ઇન્ટરનેશનલ બુક દ્વારા સુપર ટેલેન્ટેડ કીડ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તેમજ વર્લ્ડ બુક એવોર્ડ મેળવવા તેના માતા-પિતા અન્ય દેશના ધ્વજ ઓળખતા શીખવાડી રહ્યા છે.

યજના માતા જીનલબેન અને પિતા જયભાઈ બારાઇએ જણાવ્યું હતું કે, યજ દોઢ વર્ષનો હતો ત્યાં તે ધ્વજના ફ્લેશ કાર્ડથી રમતા રમતા આ શું છે તે પૂછતો હતો, આથી તેને ઓળખતા શીખવાડતા હતા. યજના પિતા જય ભારતના તિરંગા વાળા બ્રોચ પહેરે છે આથી તે આકૃતિને જોઈ તેણે સૌથી પહેલા ભારતના તિરંગાને ઓળખ્યો હતો. ત્યારબાદ અન્ય દેશના ધ્વજની આકૃતિ જોઈ તેને વધુ રસ પડવા લાગ્યો અને રમતા-રમતા તેણે 10 ધ્વજ ઓળખી બતાવ્યા ત્યારે લાગ્યું કે આ સામાન્ય નથી. ત્યારબાદ તેને શીખવાડવા લાગતા ફક્ત 2 મહિનામાં યજ 60 સેકન્ડમાં 21 ધ્વજને ઓળખવા માંડ્યો હતો.

આ માટે તેને સુપર ટેલેન્ટેડ કીડનો એવોર્ડ પણ મળ્યો છે. યજ હાલ ફ્રેન્ચ ભાષા શીખી રહ્યો છે. આ સાથે જ તેને સંસ્કૃતનું જ્ઞાન પણ અપાઈ રહ્યું છે. યજ સવારે પુજા દરમિયાન ઘરમાં બોલાતા ભગવાનના શ્લોક જેવા કે, ગાયત્રી મંત્ર, મહામૃત્યુંન્જય મંત્ર ઉપરાંત ધાર્મિક સ્તુત્યોનું જ્ઞાન કરે છે. યજ બે વર્ષનો થાય ત્યાં સુધીમાં ઇન્ટરનેશન બુકમાં રેકોર્ડ બનાવવાની નામ દર્જ કરાવવાની મહેચ્છા છે, કારણ કે, અત્યાર સુધીમાં ત્રણ વર્ષની ઉંમરના બાળકનું રેકોર્ડ દર્જ થયેલો છે.

195 ધ્વજને ઓળખી બતાવે અને સૌથી નાની વયમાં ધ્વજને ઓળખી બતાવવાનો રેકોર્ડ બ્રેક કરે તેવી મહેચ્છા તેના પિતાએ વ્યક્ત કરી હતી અને દર વર્ષે તેને એક નવી ભાષા શીખવાડવાનું પણ નક્કી કર્યું હોવાનું ઉમેર્યું હતું. નાનીવયના ભુલકાની અદ્દભૂત નિરીક્ષણ, કૌશલ્ય ક્ષમતા મંત્રમુગ્ધ કરે છે.