કાર્યવાહી:એમપી શાહ ઉદ્યોગનગરમાં મેચ પર સટ્ટો લેતો 1 પકડાયો

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપાત લેનાર શખસને ફરાર જાહેર કરાયો

જામનગરમાં એમપીશાહ ઉદ્યોગનગર વિસ્તારમાં કાકુભાઈની હોટેલ પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે એક શખ્સને આઇપીએલની મેચ પર સટ્ટો લેતા પકડી પાડ્યો છે. પોલીસે આ શખસના કબજામાંથી એક હજાર ઉપરાંતની રોકડ કબજે કરી છે.જામનગરમાં મંગળવારે રાત્રે દસેક વાગ્યે સીટી બી ડિવિઝન પોલીસના સ્ટાફે એમ.પી.શાહ ઉધ્યોગનગર, ધરારનગર નં.2 મેઇન રોડ હનુમાનજીના મંદિરની સામે, કાકુભાઇની હોટલ પાસે પેટ્રોલિંગ વેળાએ કાસમ દાઉદભાઇ મલેક (રહે. ધરારનગર નં.2, હુશેની ચોકની સામે, જામનગર) વાળા શખ્સને આંતરી લીધો હતો.

આ શખસ યુએઇમાં ચાલતા આઇ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટની કોલકાતા નાઇટ રાઇડર્સ વિ.રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનુ લાઇવ પ્રસારણ નિહાળી પોતાના મોબાઇલ દ્રારા મેચની હારજીત તથા રનફેરના સોદાઓ કરાવી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપીયા 1,150 તથા મોબાઇલ ફોન નંગ એક કિ.રૂ 500 સાથે મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા દીપેશ તન્ના મો.નં. 79845 14315 વાળા સખ્સની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે બંને સખ્સો સામે જુગાર ધારા મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...