જામનગર મનપાના વોર્ડ નં. 2ના મહિલા કોર્પોરેટર અને આરોગ્ય અને ગાર્ડન શાખાના ચેરપર્સન ડીમ્પલબેન રાવલ દ્વારા જામનગરની બહેનોને આ અભિયાનમાં જોડાઈ સરહદ પરના જવાનો માટે રાખડી મોકલવાનું આહવાન કરવામાં આવ્યું હતું જેને શહેરની ની બહેનો અને મહિલા સંસ્થાઓ, નારી શક્તિ મંડળો અને જ્ઞાતિ મંડળોએ સ્વીકારી લીધું હતું અને એક સપ્તાહમાં જ જામનગરથી 1 હજાર રાખડી અને શુભેચ્છા સંદેશાઓ એકત્ર કરાયા હતાં.
આ કાર્યમાં મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન મનીષભાઇ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા,પૂર્વ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા અને મેરામણભાઇ ભાટ્ટુ સહિતના જોડાયા હતાં.
જવાનોએ જામનગરની બહેનોનો આભાર માન્યો
ગત સાલ નગરના ઘણા બહેનોને સરહદ પરથી જવાનોના ફોન આવ્યા હતા અને રાખડી મોકલવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. પ્રથમ વર્ષે 550 , બીજા વર્ષે 700 અને આ વર્ષે 1000 રાખડીએ બહેનોનો ઉત્સાહ અને દેશભક્તિમાં સતત વધારો જોવા મળે છે, રક્ષાબંધનના તહેવાર પર રક્ષા કરતાં જવાનો રક્ષાબંધનના શુભ ઉદેશ્યથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં દિવ્યાંગ બહેનો, વૃધ્ધ મહિલાઓ એ પણ ઉત્સાહભેર ભાગ લઈ આ અભિયાન ને સફળ બનાવ્યું છે. > ડિમ્પલબેન રાવલ, કોર્પોરેટર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.