કાર્યવાહી:જામનગરમાં આઈપીએલ પર સટ્ટો રમતો 1 શખસ પકડાયો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેચનું લાઈવ પ્રસારણ જોઈને રનફેરનો જુગાર રમતો’તો

જામનગરમાં પંચવટી વિસ્તારમાં જાહેરમાં આઇપીએલની મેચ પર સટ્ટો લેતા એક સખ્સને સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે આરોપીના કબ્જામાંથી રોકડ રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેરના પંચવટી વિસ્તારમાં ડોમીનોઝ પીઝા પાછળની ગલીમાં, જાહેરમાં કોઈ શખસ સટ્ટો લેતો હોવાની સીટી બી ડિવિઝન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે રવિવારે રાત્રે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન જાહેરમાં જ કરણ પ્રવીણભાઇ પોપટ રહે. બેડેશ્વર, સંજય ઓઇલ મીલ રોડ, મંગુભાઇ ભજીયાવાળાનુ મકાન, જામનગર વાળો શખસ આઈપીએલની મેચ પર સટ્ટો લઇ જુગાર રમતો પકડાઈ ગયો હતો.પોલીસે આ શખસના કબજામાંથી રોકડ રકમ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. આ શખસ મોબાઈલ એપ્લીકેશન પર સીધું પ્રસારણ નિહાળી રનફેર સહિતના આકડા લઇ જુગાર રમાડતો હતો.

અન્ય સમાચારો પણ છે...