તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જામનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતો 1 શખસ ઝબ્બે

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • શહેરના વિકાસ ગૃહ રોડ પરથી પોલીસે દબોચ્યો, રોકડ અને મોબાઇલ કબજે

જામનગરના વિકાસગૃહ મેઇન રોડ પર રાત્રે ટવેન્ટી ટવેન્ટી મેચ પર મોબાઇલ મારફતે સટ્ટો રમતા એક શખ્સને પોલીસે દબોચી લીઘો હતો અને રોકડ-મોબાઇલ કબજે કર્યા હતા. આરોપી સામે જુગારધારા હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો. જામનગરમાં સીટી બી પોલીસની ટીમને પેટ્રોલિંગ વેળા વિકાસગૃહ મેઇન રોડ પર એક શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં આઇડી પર અબુધાબીમાં રહેતા કલંદર-દિલ્હી બુલ્સ વચ્ચેના ટવેન્ટી ટવેન્ટી મેચ પર હાર જીતના સોદા પાડી જુગાર રમતો હોવાની બાતમી મળી હતી

જેના આધારે પોલીસ ટીમ ત્વરિત ધસી જતા સ્થળ પર ભાવેશ અશોકભાઇ રાયઠ્ઠા નામનો શખસ મળી આવ્યો હતો. પોલીસને આ શખ્સ પોતાના મોબાઇલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી તેના પર ઉકત મેચના સોદા પાડી હારજીત કરતો માલુમ પડતા તેના કબજામાંથી રૂ.3,600ની રોકડ અને એક મોબાઇલ સહિત રૂ. 13,600ની માલમતા કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો