આત્મહત્યા:રણજીત સાગર ડેમમાં વધુ 1 યુવાનનો આપઘાત, મૃતકના ભાઈએ પણ જીવતર ટૂંકાવ્યું હતું

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં એક યુવાને રણજીતસાગર ડેમમાં પડતું મુકી આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનું મોજુ ફેલાઇ ગયું છે. જો કે આ બનાવ પાછળનું કારણ બહાર આવ્યું નથી. જામનગરમાં ચકચારી બનેલા આપઘાતના વધુ એક બનાવની વિગત મુજબ 11-પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં સંજય મહેશભાઇ રાજપાલ નામના યુવાન પોતાના ઘરેથી સ્કૂટર સાથે ગુમ થઇ ગયો હતો. દરમિયાન આ યુવાનનું સ્કૂટર રણજીતસાગર ડેમ સાઇટ પરથી અને તેનો મૃત્તદેહ ડેેમમાંથી મળી આવ્યો હતો.

આ બનાવના પગલે પંચકોશી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફાયરની મદદથી મૃત્તકને બહાર કાઢ્યો હતો. જો કે ક્યા કારણસર યુવાને ડેમમાં ઝંપાલાવ્યું છે? તે બહાર આવ્યું નથી. આ બાબતનું કારણ જાણવા પોલીસે મૃત્તકનો કબ્જો સંભાળી પી.એમ. વિધિ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ યુવાનના ભાઇએ પણ 6 માસ પૂર્વે આપઘાત કર્યો છે. મૃત્તકના લગ્ન થઇ ગયા હોવાનું ઇલેકટ્રીકનું વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...