સંક્રમણ વધ્યું:જામનગરમાં વધુ 1 કેસ, બે દર્દીને રજા અપાઈ, હજુ 8 દર્દી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેર અને જિલ્લામાં બહારથી આવેલા 1798 લોકોના કોવિડ પરીક્ષણ કરાયા

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે. મંગળવારે એકસાથે સાત પોઝિટિવ કેસ નોંધાયા પછી બુધવારે શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કોઇ કેસ નોંધાયો ન હતો. કોરોનાના કેસ ફરીથી સામે આવતા જામનગર શહેર અને જિલ્લામાં બહારગામથી આવતા 1798 લોકોનું કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું છે.જામનગરની જી.જી. હોસ્પિટલ ના કોવિડ પરિસરમાં શરૂ કરાયેલા કોરોનાના વોર્ડમાં કુલ 10 દર્દી સારવાર મેળવી રહ્યા હતાં. જે પૈકી બુધવારે બે દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. હજુ 8 દર્દી કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. જેમાં બે દર્દીને ઓક્સિજન મારફતે સારવાર અપાઇ રહી છે.

બાકીના તમામ દર્દીઓ સ્વસ્થ છે. કોરોનાના કેસ વધતા બહારથી જામનગર શહેરમાં આવતા 747 અને ગ્રામ્ય વિસ્તારમાં 1051 લોકોનું પરીક્ષણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,92,466 કોવિડ પરીક્ષણ કરી લેવામાં આવ્યા છે. મ્યુકરમાઇકોસિસની બીમારીના પણ પાંચ દર્દીઓ જી. જી. હોસ્પિટલના ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર હેઠળ છે. તમામની સર્જરી કરી લેવાયા પછી બાળકી સહિતના પાંચ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. સંક્રમણની ગતિ ફરીથી ન વધે એ માટે શહેરીજનોએ જ જાગૃત બનીને કોરોના ગાઇડલાઇનનો સ્વૈચ્છાએ અમલ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...