ફરિયાદ:ઈન્ડુસ બેંકના ગ્રાહકના ખાતામાંથી 1 લાખ ઉપડ્યા

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના શખસ સામે ફરિયાદ નોંધાઇ
  • ​​​​​​​એટીએમનો પાસવર્ડ મેળવી કારસ્તાન કરાયું

જામનગરમાં ઇન્ડુસ બેંકમાં ખાતું ધરાવતા એક ગ્રાહકની જાણ બહાર એક લાખ રૂપિયા ઉપડી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઇ છે.ભાવનગરના શખસે ગ્રાહકની જાણ બહાર એટીએમ કાર્ડ અને પાસવર્ડ મેળવી આ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં રૈયા ચોકડી પાસે રહેતાં મૂળ ઝારખંડના પવનકુમાર પરમેશ્વર ભારતીએ છેતરપિંડી અંગે સિટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં ભાવનગરમાં બીટીસીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતાં યશરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલ નામના શખસે જામનગરની ઈન્ડુસ બેંકની બ્રાંચમાં ખાતું ધરાવતા બે ગ્રાહકોના એકાઉન્ટ ખોલાવી જેમાં લોનની અપાતી વેલકમ કીટમાંથી એટીએમ કાર્ડ તથા તેના પાસવર્ડનું કવર ગ્રાહકોને ન આપી બન્ને ગ્રાહકોના ખાતામાંથી તેઓની જાણ બહાર એટીએમ કાર્ડ વડે રૂપિયા 50-50 હજારની રકમ ઉપાડી લીધી હતી. રૂપિયા એક લાખની છેતરપિંડી સામે આવતા આરોપી સામે ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...