તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ધટના:જીવાપર-ખાખરા રોડ પર બાઈક સ્લીપ થતાં 1નું મોત, ઘરવખરીનો સામાન લઇને જતો હતો

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રોલ તાલુકાના જીવાપરથી ખાખરા જતા રોડ પર પુલ પાસે પસાર થતુ બાઇક સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં પરપ્રાંતિય શ્રમિક ચાલકે જીવ ગુમાવ્યો હતો.મૃતક ઘરવખરીનો સામાન લઇ વાડીએ જઇ રહયો હતો ત્યારે માર્ગમાં જીવલેણ અકસ્માત નડયો હતો. ધ્રોલના ખાખરા ગામની સીમમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા મુળ દાહોદના સજોઇના વતની રાજુભાઇ નબળાભાઇ મોહનીયા (ઉ.વ.40) નામનો શ્રમિક તા.16ના સાંજે ખાખરા ગામેથી ધરવખરીનો સામાન લઇ બાઇક પર વાડી તરફ જઇ રહયો હતો જે વેળાએ જીવાપર-ખાખરા રોડ પર પુલ નજીક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકચાલક રાજુભાઇને માથાના ભાગે ગંભીર ઇજા સાથે કાનમાં લોહી નિકળતા સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પીટલમાં લઇ જવાયા હતા.જયાં સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતું.

અન્ય સમાચારો પણ છે...