તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામનગરમાં મકાનમાંથી દારૂની 2 પેટી સાથે1 ઝબ્બે

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેર-જિલ્લામાં ત્રણ દરોડામાં 4 પકડાયા
 • દારૂના સપ્લાયરનુ નામ ખૂલતા શોધખોળ

જામનગર અને ધ્રોલમાં પોલીસે જુદા જુદા દરોડામાં દારૂ સાથે ચાર શખ્સોને પકડી પાડયા હતા જેમાં શહેરના નવાગામ ઘેડમાં એક રહેણાંક મકાનમાં સીટી બી પોલીસે દરોડો પાડી 24 બોટલ દારૂ સાથે એકને દબોચી લીઘો હતો જયારે સપ્લાયરનુ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં સીટી બીના પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા નવાગામ ઘેડમાં હનુમાન ચોક પાસે એક રહેણાંક મકાનમાં વેંચાણ અર્થે દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનીબાતમી મળી હતી. જેના આધારે પોલીસે રોહિત વિશાલભાઇ શીંગાળાના કબજા ભોગવટાના મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન અંદરથી દારૂની 20 બોટલ મળી આવી હતી.આથી પોલીસે રોહિત શીંગાળાને પકડી પાડી રૂ.12 હજારનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.પોલીસ પુછપરછમાં દારૂનો આ જથ્થો સાગર ઉર્ફે મહાકાલ કારડીયાએ સપ્લાય કર્યાનુ કબુલતા પોલીસે બંને સામે ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

જયારે શહેરના પટેલ કોલોની શેરી નં.6 વિસ્તારમાંથી પોલીસે દારૂની બોટલ સાથે રવિરાજસિંહ ઉર્ફે ભુરો રાજેન્દ્રસિંહ પરમારને પકડી પાડયો હતો. ધ્રોલમાં નગરપાલિકા પાસેથી પોલીસે દારૂની બોટલ સાથે સમીર છોટુભાઇ મેઘાણી અને નરોતમ અરજણભાઇ કગથરાને પકડી પાડી પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો