પ્રિ-મોન્સુન એક્ટિવિટિ:કાલાવડમાં 1 ઇંચ, જામજોધપુર, લાલપુર, ખંભાળિયા ગ્રામ્યમાં હળવો વરસાદ

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલારમાં મેધાવી માહોલ વચ્ચે ચાર તાલુકામાં મેઘપધરામણી, ધ્રોલના વાગુદળ,જાયવામાં ઝરમર છાંટા પડ્યા
  • મૌસમના પ્રથમ વરસાદ વચ્ચે જ અવકાશી આફત ત્રાટકતા બે પશુઓએ જીવ ગુમાવ્યા

જામનગર અને દ્વારકા સહિત હાલારભરમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે રવિવારે બપોર બાદ અમુક સ્થળોએ મેઘરાજાએ પધરામણી કરતા હળવુ હેત વરસાવ્યુ હતુ.પ્રિ મોન્સુન એકટિવીટીના ભાગરૂપે વરસેલા આ વરસો કાલાવડમાં 22 મીમી પાણી વરસાવી દિધુ હતુ.કાલાવડના મોટા ભાગના ગ્રામ્ય પંથક ઉપરાંત જામજોધપુરના શેઠ વડાળા,ધુનડા,ગોપ તેમજ લાલપુરના ખડબા પંથક તેમજ ખંભાળિયાના બજાણામાં વરસેલા વરસાદે માર્ગો પર પાણી વહેતુ કરી દિધુ હતુ.

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો સહિત રાજયમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે રવિવારે હાલારના ચાર તાલુકા પંથકમાં બપોર બાદ મેધરાજાએ આગમન કર્યુ હતુ.સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે છવાયેલા વરસાદી વાદળોએ કાલાવડમાં વરસવાનો પ્રારંભ કર્યો હતો. જેમાં એકાદ કલાક સુધી ગાજવિજ અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે 22 મીમી પાણી વરસાવી દિઘુ હતુ. મૌસમના પ્રથમ વરસાદને વધાવવા માટે નાના ભુલકા અને યુવા વર્ગે વરસાદી સ્નાનને પણ માણ્યુ હતુ.કાલાવડના ગ્રામ્ય પંથકમાં પણ હળવા ભારે વરસાદના વાવડ મળ્યા છે.

જયારે જામજોધપુર પંથકમાં બપોરથી વરસાદી ડોળ વચ્ચે શેઠ વડાળામાં સાડા ત્રણ વાગ્યાના સુમારે ગાજવિજ સાથે વરસાદ શરૂ થયો હતો.જયારે ધુનડા, વિરપુર,ભડકી,સડોદર,સમાણા પંથકમાં પણ હળવો ભારે વરસાદ વરસ્યો હતો.જેમાં અમુક સ્થળે એકથી બે ઇંચ સુધીના વરસાદના વાવડ મળ્યા છે.લાલપુર ગામમાં પણ મોડી સાંજ ઝરમર છાંટાએ માર્ગો ભીંના કર્યા હતા જયારે ખડબા પંથકમાં પણ હળવા વરસાદી ઝાપટના અહેવાલ મળ્યા છે.

ભીમાનુ ગામે વિજળી પડતા બે બળદના મૃત્યુ નિપજ્યા
કાલાવડ ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વરસેલા વરસાદ સાથે અાકાશી આફત પણ વરસી હતી જેમાં ભીમાનુ ગામે વિજળી પડતા બે બળદના મૃત્યુ નિપજયાનુ સામે આવ્યુ છે.પ્રથમ વરસાદે જ બે પશુનો ભોગ લીઘો છે.

અન્ય સમાચારો પણ છે...