તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુર ઉચાપત કેસ:તત્કાલિન તલાટીના 1 દિવસના રિમાન્ડ, એસીબી દ્વારા ઝીણવટભરી પૂછતાછ કરાઈ

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામજોધપુર તાલુકાના ચુરમાં ગત વર્ષ 2016 અને 2017 દરમિયાન પાણીનો ટાંકો અને પાણીની પાઇપલાઇનના વિકાસ કામો કર્યા વગર રૂ.1.89 લાખનુ ગેરકાયદે ચુકવણુ,ખોટુ દસ્તાવેજી રેકર્ડ ઉભુ કરીને સરકારી નાણાની ગેરરિતિના પ્રકરણમાં એસીબીએ અગાઉ બે પુર્વ સરપંચની ધરપકડ કરી હતી જે બાદ જેતે સમયના અધિક મદદનીશ ઇજનેરની પણ ભુમિકા સામે આવતા તેની ધરપકડ કરાઇ હતી જેના રીમાન્ડ પુર્ણ થતા ત્રણેયને જેલમાં મોકલી દેવાયા હતા.

જે પ્રકરણમાં એસીબીની ટીમે ગામના તત્કાલિન તલાટી મંત્રી હાલ ભોપલકા ગામે પ્રા. શાળામાં ઇન્ચાર્આજ ચાર્ય તરીકે ફરજ બજાવતા રવજી મનસુખભાઇ ધારેવાડીયાની ધરપકડ કરી હતી.જેને શનિવારે ત્રણ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા તેના એક દિવસ (તા.29ના બપોર સુધી)ના રીમાન્ડ મંજુર થયા છે.આથી એસીબી દ્વારા તેની પુછપરછ સાથે તપાસનો દૌર આગળ ધપાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...