એલસીબીનો દરોડો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની 122 બોટલ સાથે 1 ઝબ્બે

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્લાયર સહિત વધુ 2 શખસોના નામ ખૂલ્યા

જામનગરના શંકરટેકરીમાં એલસીબીએ એક મકાનમાં દરોડો પાડી દારૂની નાની મોટી 122 બોટલ સાથે એક શખસને દબોચી લીઘો હતો.જયારે તેની પુછપરછમાં સપ્લાયર સહિત વધુ બેના નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં શંકર ટેકરી વીસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા સ્ટાફના ફિરોઝ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, સિદ્ધાર્થ કોલોનીમાં એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ટીમે ઉકત મકાનમાં દરોડો પાડયો હતો.

જયાં પોલીસે દીપ અનિલભાઈ સોંદરવા નામના શખ્સના મકાનમાં તલાશી લેતા અંદરથી ઇંગ્લીશ દારૂની 122 બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂ અને મોબાઇલ સહિત રૂ.26,800નો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલા શખસની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા તેણે પોતાના સાગરિત યશ ઉર્ફે ટપુ અનિલભાઈ સોંદરવાનું નામ કબૂલ્યું હતુંુ.

અન્ય સમાચારો પણ છે...