તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી 6 બોટલ દારૂ સાથે 1 ઝડપાયો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામજોધપુરના સપ્લાયરની સંડોવણી ખુલી

જામનગર શહેરમાં મેહુલનગર વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે રહેતાં એક શખ્સના ઘરે પોલીસે દરોડો પાડી 6 બોટલ દારૂ પકડી પાડ્યો હતો. મિસ્ત્રી કામ કરતા આ શખ્સને જામજોધપુરના શખ્સે દારૂનો જથ્થો સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે જામજોધપુરના આ શખ્સને ફરાર દર્શાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે મેહુલનગર 80 ફૂટ રોડ પર રહેતાં વિજય કાનજીભાઇ કુવેચા નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરે સંગ્રહી વેપાર કરતો હોવાની સિટી સી ડિવિઝન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે પોલીસે ગઇકાલે રાત્રે પોણા દશેક વાગ્યે કાર્યવાહી કરી હતી. જેમાં આ શખ્સના ઘરની તલાશી લેતાં રૂા.3000 કિંમતનો છ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ દારૂનો જથ્થો જામજોધપુરમાં રહેતાં યુનુસભાઇ સુલેમાનભાઇ રાવકડા પાસેથી ખરીદ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને પોલીસે આ શખ્સને ફરાર દર્શાવી બન્ને સામે પ્રોહિબીશન ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...