જામનગરમાં 24 કલાકમાં કોરોનાનો ફકત 1 કેસ નોંધાયો છે. જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું નથી. શહેર અને જિલ્લાના કુલ 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની બીજી લહેર અંત તરફ હોય ગણ્યા ગાંઠયા કેસ નોંધાતા જી.જી.હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી પડયા છે.
છેલ્લાં 24 કલાકમાં જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું નથ. મંગળવારે શહેરમાં કોરોનાનો ફકત 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જયારે જિલ્લામા કોઇ કેસ નોંધાયો ન હતો. શહેરના 1 અને જિલ્લાના 2 મળી કુલ 3 દર્દીએ મહામારીને હરાવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.