કામગીરી:શહેરમાં 1 પુલ નવો બનાવવા દરખાસ્ત, 2માં રીપેરીંગ જરૂરી

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ હાઇવેના જર્જરિત પુલ પર ભારે વાહન વ્યવહાર બંધ
  • મોરબી જેવી હોનારત ન થાય તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં

જામનગરમાં મોરબી જેવી હોનારત ન થાય તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં એક પુલ નવો બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે. બે પુલમાં રીપેરીંગ જરૂરી છે. રાજકોટ-જામનગર હાઇવેના જર્જરિત પુલ પર ભારે વાહનવ્યહાર બંધ કરાયો છે. મોરબીમાં ઝુલતા પુલની હોનારાત થયા બાદ જામનગર જિલ્લા વહિવટી તંત્ર પણ હવે આ મામલે ચૌકન્નું બની ગયું છે અને તે સંદર્ભે જ પગલા લેવાઈ રહ્યા છે.જામનગરમાં આર એન્ડ બી વિભાગ દ્વારા જર્જરિત પુલનો સર્વે કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ-જામનગર હાઇવે પરનો ખારી નદી પરનો બ્રીજ ખાનકી તથા પથ્થરમાંથી બનાવામાં આવ્યો હતો.

પ્રાથમીક સર્વેમાં આ પુલ ભારે વાહનો માટે યોગ્ય ન જણાતા ભારે વાહનવ્યવહાર આ પુલ પર બંધ કરાયો છે. આ પુલ નવો બનાવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. આ પુલની બાજુમાં બે નવા બ્રીજ બનાવામાં આવ્યા છે. જેના પરથી વાહનો પસાર થઇ રહ્યા છે. નવો બાંધવાનો થતો પુલ માત્ર ધુવાંવ ગામને જોડે છે. જયારે વાડીનારના બે માઇનોર બ્રીજના પ્રાથમિક સર્વેમાં બંને પુલમાં રીપેરીંગની જરૂરિયાત જણાઇ છે. આથી આ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે, આ પુલ પર વાહન સરળતાથી પસાર થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...