તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 07 કેસ નોંધાયા, સારવાર દરમિયાન 01 દર્દીનું મોત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 16 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 07 કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 01 દર્દીઓનું મોત નોંધાયું છે.

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 700 આસપાસ કોરોનાના કેસ નોંધાતા હતા, પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 07 નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 01 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે 16 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જામનગર જિલ્લામાં આજે 07 કેસ નોંધાયા છે. જેમાં 05 કેસ શહેરી વિસ્તારમાં તો 02 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જિલ્લામાં રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 16 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 04 લાખ 10 હજાર 677 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 02 લાખ 99 હજાર 236 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...