ચૂંટણી:લાલપુર યાર્ડમાં ભાજપ પ્રેરીત પેનલનો વિજય

લાલપુર,જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 બેઠક માટે યોજાયેલી ચૂંટણી: ખેડૂત હિત રક્ષક સમિતિએ પણ 4 બેઠક પર જીત મેળવી

લાલપુર માર્કેટીંગ યાર્ડની યોજાયેલી ચુંટણીમાં મતગણતરી સંપન્ન થતા ભાજપ પ્રેરીત પેનલે વિજય મેળવ્યો છે.જયારે ચાર બેઠકો ખેડુત હિત રક્ષક સમિતિએ કબજે કરી છે.લાલપુર યાર્ડની ચુંટણીમાં મત ગણતરી પ્રક્રિયા પુર્ણ થતા ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો છે.

જેમાં ખેડુત પેનલના કરશનભાઇ સોચા, જગદિશસિંહ જેઠવા, પૃથ્વીરાજ ચૌહાણ, કાનાભાઇ આંબલીયા, ગોવિંદભાઇ વશરા અને ભાવેશભાઇ નાગપરાને વિજેતા જાહેર કરાયા છે.જયારે અગાઉ જ બે બેઠક પર તુષાર માકડીયા અને ડેનીશ ભાલોડીયા બીનહરીફ જાહેર થયા હતા.વેપારી પેનલમાં અઘેરા ગંગારામભાઇ, વિમલભાઇ ભેંસદડીયા, રાજુભાઇ ભાલોડીયા અને ચેતનભાઇ કંટારીયા વિજયી જાહેર થયા હતા.

ખેડુત હિત રક્ષક સમિતિએ ચાર બેઠક પર વિજય મેળવ્યો છે જેમાં જેન્તીભાઇ વાદી, ભીખાભાઇ કાંબરીયા, દેવાણંદભાઇ વશરા અને ગોવિંદભાઇ ડાંગર, લાલપુર ગ્રામ પંચાયત દ્વારા પ્રતિનિયુકત કેતનભાઇ અધેરાનો પણ સમાવેશ થાય છે.જયારે યાર્ડમાં ગત ટર્મમાં પણ ભાજપની બહુમતિ હતી.

અન્ય સમાચારો પણ છે...