હાલાકી:લાલપુરની પોસ્ટ ઓફિસમાં સ્ટાફના અભાવે લોકોને હાલાકી

લાલપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિનિયર સિટીઝન સહિતના ખાતેદારો ત્રાહિમામ

લાલપુરની પોષ્ટ ઓફિસમાં સ્ટાફના અભાવે વહીવટી કથળી ગયો હોવાના આક્રોશ સાથે સીનીયર સિટીઝનો સહિત ગ્રામ્ય પંથકમાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એક કામ માટે એકથી વધુ ધકકા ખાવા પડતા હોવાનો સુર ઉઠયો છે.લાલપુર પોષ્ટ ઓફિસમાં સ્ટાફ ન હોવાથી એક કામ માટે ત્રણથી ચાર ધકકા ખાતેદારોએ ખાવા પડતા હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યકત કરી રહયા છે.ખાસ કરી સિનિયર સિટિઝનો અને ગામડેથી આવતા લોકો અણધડ વહિવટના આક્ષેપ સાથે ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

કયારેક સર્વર ડાઉન હોય, કયારેક સ્ટાફના માણસો રજા પર હોય, વગેરે કારણોસર ખાતેદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમયાંતરે આ પ્રશ્નોના કારણે સિનિયર સિટીઝન સહિતના ખાતેદારો ત્રસ્ત બન્યા હોવાનો સૂર ઉઠ્યો છે. આ બાબતે જામનગર ખાતે ઉચ્ચ અધિકારીને ટેલિફોનિક જાણ કરવાનો પ્રયાસ કરાયો હતો. ગામડેથી આવતા સીનીયર સિટીઝનોને 1 કામ માટે આખો દિવસ બગાડવો પડતો હોવાનો આક્રોશ વ્યકત થઇ રહયો છે.

અન્ય સમાચારો પણ છે...