ખેડૂતોમાં રોષ:હરીપરમાં વાડી વિસ્તારના રસ્તામાં દબાણના વિરોધમાં 300 ખેડૂતોના સ્થળ પર જ ધરણાં

લાલપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારી, મામલતદારને રજૂઆત છતાં કોઇ પગલાં ન લેવાતા રોષ

હરીપર ગામે વાડી વિસ્તારમાં જેટકો કંપની દ્વારા સોલાર પ્રોજેકટની કામગીરીના કારણે રસ્તાના દબાણના વિરોધમાં 300 ખેડૂતોએ સ્થળ પર બેસી ધરણાં કરતા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ બાબતે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના લોકોને રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ન લેવાતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.

હરીપર ગામે જેટકો કંપની દ્વારા સોલાર અંતર્ગત વાડી વિસ્તારમાં રસ્તામાં દબાણ થયું છે. આથી ખેડૂતો રોષે ભરાયા છે. રસ્તમાં દબાણ મામલે જેટકો કંપનીના અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આથી રોષે ભરાયેલા 300 ખેડૂતોએ દબાણના સ્થળ પર બેસી વિરોધ પ્રદર્શન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...