વાહનચાલકોને હાલાકી:નવાગામથી ચાવંડી અને વાવડી તરફ જતો માર્ગ બન્યો બિસ્માર !

કાલાવડ/નવાગામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લોકોમાં આક્રોશ, 3 કિલોમીટરનો માર્ગ ગાડા માર્ગ બન્યો,વાહનચાલકોને હાલાકી

જામનગર જિલ્લાના કાલાવડના નવાગામથી ચાવંડી તેમજ નવાગામથી વાવડી તરફ જવાનો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાયો છે. રસ્તા પર ઠેર ઠેર નાના મોટા ગાબડાના કારણે આવા ગમનમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.જયારે રસ્તા મુદદે સ્થાનિક લોકોમાં પણ પરોક્ષ આક્રોશ છવાયો છે.

કાલાવડ તાલુકાના નવાગામથી ચાવંડી તરફ જતો તેમજ નવાગામથી વાવડી તરફ જતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બન્યો છે.આ માર્ગ પર ઠેર ઠેર નાના મોટા ગાબડા સાથે રસ્તા પર કાંકરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયા છે.લાંબા સમયથી ખખડધજ માર્ગના કારણે આવા ગમન કરતા નાના મોટા વાહનોના ચાલકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહયો છે.

દરરોજ સ્થાનિક લોકોને અવર જવર માટે ઉપયોગી માર્ગ બિસ્માર બનતા લોકોમાં પણ આક્રોશ છવાયો છે.સ્થાનિક લોકોએ છેલ્લા કેટલાક સમયથી બદતર સ્થિતિમાં તબદિલ માર્ગ શુ કોઇ શાસક કે વિપક્ષને દેખાતો નથી ? એવો પરોક્ષ આક્રોશ પણ વ્યકત કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...