કાલાવડ પાસે આવેલા નવા રણુંજામાં સમસ્ત ભરવાડ સમાજ આયોજીત શ્રી રામદેવજી મહારાજ નવનિર્મિત મંદીર પ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રીમદ્દ ભાગવત કથા, સવરા મંડપ, બારપોરા પાટ મહોત્સવ નિમિતે ત્રિદિવસીય યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાજતે-ગાજતે પોથીયાત્રા યોજાઇ હતી, જેમાં ભરવાડ સમાજ ઉપરાંત રણુંજાની આસપાસના ગામોના ભકતજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
સંતોના વાજતે-ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતાં તથા કથાની વ્યાસપીઠ પર સાગરદાદા બીરાજીને કથાનું રસપાન કરાવી રહયા છે. કથામાં આવતા પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે. દરરોજ રાત્રે ભજન, સંતવાણી-લોકડાયરો તથા નાટકના કાર્યક્રમો યોજાઇ રહયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.