દાતાઓએ વહાવી દાનની સરવાણી:કાલાવડ લેઉવા પટેલ સમાજ ભવનનું ભૂમિપૂજન યોજાયું

કાલાવડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર બે કલાકમાં સવા ચાર કરોડ રૂપિયાનો ફાળો એકત્રિત: 15મો સમહ ભોજન સમારંભ સંપન્ન

કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ નિર્મિત લેઉવા પટેલ સમાજ ભવનનું ભૂમિપૂજન ગત શનિવારે ભૂમિદાતા વિનોદભાઈ સવજીભાઈ વસોયા અને ધીરુભાઈ સવજીભાઈ વસોયાના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે સમસ્ત કાલાવડ લેઉવા પટેલ સમાજનો પંદરમો સમુહ ભોજન સમારોહ યોજાયો હતો, જેમાં હજારો જ્ઞાતિજનોએ ભોજન લીધું હતું.

લેઉવા પટેલ સમાજના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત સંતો કૃષ્ણ પ્રણામી ધર્મચારીય જગતગુરુ આચાર્યશ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ અને જામનગર મોટી હવેલીના વલ્લભાચારીજી મહારાજે સમાજની એકતાની પ્રશંસા કરીને સમગ્ર કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થવાના આશીર્વચન આપ્યા હતા.આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત સાંસદ પૂનમબેન માડમ તેમજ પૂર્વ સાંસદ ચંદ્રેશ ભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરીને આ ભગીરથ કાર્યમાં પૂર્ણ સહયોગ આપવા માટે તત્પરતા બતાવી હતી.

કાલાવડમાં લેઉવા પટેલ જ્ઞાતિની સંખ્યા ખૂબ મોટી હોવા છતાં સામાજિક પ્રસંગો ઉકેલવા માટે કોઈ વાડી કે હોલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને પરિણામે જ્ઞાતિજનો વર્ષોથી આ પ્રશ્ને મુશ્કેલી અનુભવતા હતા. આ મુશ્કેલીના નિવારણ અર્થે હાલ રાજકોટ વસતા પ્રમુખશ્રી ભરતભાઈ ઠેસિયા (પટેલ જ્વેલર્સ-કાલાવડ)એ કાલાવડને કંઇક આપવાની નેમ સાથે પટેલ સમાજ નિર્માણનું બીડુ ઝડપ્યું હતું.

આ સમારોહમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કાલાવાડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછળીયા, ખોડલધામના ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરિયા, મંત્રી જીતુભાઈ વસોયા, ખજાનચી ચિરાગભાઈ શિયાણી તેમજ જે.કે.ઠેસીયા (ચેરમેન સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ-જૂનાગઢ)તેમજ જામનગર પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, સમાજના અગ્રણી ગંગદાસભાઈ કાછડીયા તેમજ કાલાવડના અગ્રણીઓ નાનજીભાઈ ચોવટીયા, જે.ટી.પટેલ સહિત અનેક રાજકીય- સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નિર્માણ પામી રહેલા સમાજ ભવનમાં સામાજિક પ્રસંગો માટેની આધુનિક સુવિધાઓ ઉપરાંત ખેતી વિષયક માહિતી કેન્દ્ર, વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી થાય તે પ્રકારની આધુનિક લાયબ્રેરી સહિતની શૈક્ષણિક સુવિધાઓ તેમજ સમાજના વિકાસ કાર્યોની માહિતી ઉપલબ્ધ બની શકે તે તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે. આ પ્રસંગે લોક સાહિત્યનો કાર્યક્રમ તેમજ રાત્રે 8 વાગ્યે સમૂહ રાસનું આયોજન થયું હતું.

જયારે દાતાઓએ દાનની સરવાણી વહેતી કરી હતી અને માત્ર બે કલાકમાં સવા ચાર કરોડ રૂપિયાનો ફાળો આ સુકાર્ય માટે એકત્રિત થયો હતો.દાતાઓનુ સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...