તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટ્રોલિંગની માંગ:કાલાવડમાં કૈલાશનગર સોસાયટીમાં મોડી રાત્રે તસ્કર ટોળકીના આંટા ફેરા

કાલાવડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસ પૂર્વે બંધ મકાનને નિશાન બનાવ્યું, કશું હાથ ન લાગ્યું
  • ચડ્ડી-બનીયાનધારી પાંચ શખ્સો પાણાનો ઘા કરી નાસ્યા, પેટ્રોલિંગની માંગ

કાલાવડમાં કૈલાશનગર સોસાયટી વિસ્તારમાં ગત બીજી સપ્ટે.ના મોડી રાત્રે પાંચેક શખ્સોની ટોળકીએ ત્રાટકીને એક બંધ રહેણાંક મકાનને નિશાન બનાવ્યુ હતુ.જોકે,તસ્કરો ફાવ્યા ન હતા અને અંદરથી કશુ ખાસ ચોરી થયુ ન હોવાનુ સામે આવ્યુ છે. ચડ્ડી-બનીયાન પહેરેલા પાંચ શખ્સો પેટ્રોલિંગ કરતા હોમગાર્ડને જોઇ જતા પથ્થરના ઘા કરી નાસી છૂટ્યા હતા. કાલાવડમાં કૈલાશનગર સોસાયટીમાં જન્માષ્ટમીના તહેવારો ટાંકણે મોડી રાત્રે લગભગ પાંચેક શખ્સોની ટોળકી ત્રાટકી હતી અને એક બંધ મકાનનો બહારનો દરવાજો તોડીને અંદર ધૂસ્યા હતા,જોકે, તેના હાથમાં કશુ ખાસ લાગ્યુ ન હોવાનુ બહાર આવ્યુ છે.

કથિત બનાવ ટાંકણે મોડી રાત્રે હોમગાર્ડ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તેઓને બે વાગ્યાના સુમારે સ્થળ પર શંકાસ્પદ હિલચાલ લાગતા આગળ ધપ્યા હતા. જોકે,ચડ્ડી-બનિયાન અને મોઢે લાલ પનિયા બાંધેલી આ ટોળકી છુટ્ટા પાણાના ઘા કરી પલકવારમાં જ નાશી છુટયાનુ સામે આવ્યુ છે.મોડી રાત્રે બે વાગ્યાના સુમારે બનેલા આ બનાવમાં હજુ સુધી વિધિવત કોઇ ફરીયાદ નોંધાઇ નથી.ઉકત મામલો સીસીટીવીમાં પણ કેદ થયો હોવાનુ જાણવા મળ્યુ છે.આ સોસાયટીમાં તસ્કરીના નિષ્ફળ પ્રયાસના પગલે સ્થાનિકોમાં પેટ્રોલિંગ સધન બનાવવાની લોકમાંગણી ઉઠી છે.

સીસીટીવી ફુટેજમાં ટોળકીની હિલચાલ કેદ
ઉકત તસ્કર ટોળકીની સમગ્ર હિચલાલ એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાનુ બહાર આવ્યુ છે.જેમાં ગાઢ અંધકારમાં મોડી રાત્રે બે વાગ્યાના સુમારેના આ આંટા-ફેરા દશ-બાર મિનિટના ફુટેજમાં અષ્ટમ પષ્ટમ જોવા મળી રહયા હોવાનુ સામે આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...