ચૂંટણી:કાલાવડ નગરપાલિકા વોર્ડ નંં ૩ની એક બેઠકની રવિવારે પેટા ચૂંટણી યોજાશે

કાલાવડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો,તા.30મીએ થશે મતગણતરી

કાલાવડ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના સદસ્યનું અવસાન થતા ખાલી પડેલ બેઠકની પેટા ચુંટણીનું મતદાન તા.28ના યોજાનાર છે.જેમાં ફોર્મ પાછા ખેચવાની નિયત અવધિ બાદ ફક્ત ૨ ઉમેદવાર માન્ય રહેતા આ બેઠક પર ભાજપના ઉમેદવાર પરેશ દામજી કાછડીયા અને કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલ અજીજ સમા વચ્ચે સીધો મુકાબલો છે. વોર્ડમાં કુલ મતદારો 3502 છે, જેમાં 1822 પુરુષ અને 1680સ્ત્રી છે. જ્ઞાતિના સમીકરણો જોઇએ તો પટેલ, મુસ્લિમ અને અન્ય જ્ઞાતિઓ એમ લગભગ ત્રણ ભાગમાં મતદારોનું વર્ગીકરણ થાય છે.

ગત સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર મહમદહુશેન અજીજ સમાને 1222 મત અને ભાજપના ગીરધરભાઈ ઠુમ્મરને 974 મત મળ્યા હતા. આ વખતે ભાજપ તરફે વ્યવસાયે વકીલ એવા પરેશભાઈ કાછડીયાને ઉમેદવારી કરી છે જયારે કોંગ્રેસે મૃતક સદસ્યના ભાઈ અબ્દુલ અજીજ સમાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. ભાજપે શિક્ષિત ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. હાલ પાલિકામાં ભાજપ બહુમતીમાં છે, આ રસાકસી ભર્યા ચુંટણી જંગમાં મતદારો કોના તરફ મતદાન કરે છે તે તા.૩૦ના રોજ થનાર ગણતરીના અંતે સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...