આવેદન:કાલાવડના ઔદ્યોગિક એકમોમાં 15 દી'માં 14 ચોરી

કાલાવડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીનીંગ સ્પીનીંગ અને ઓઇલ ઇન્ડ. એસો દ્વારા આવેદન

કાલાવડ શહેરની ભાગોળે સ્થિત વિવિધ જીનીંગ , સ્પીનીંગ અને ઓઇલ મીલો સહિતના ઔઘોગિક એકમોમાં લગભગ 15 દિવસમાં જ 14 જેટલા તસ્કરી અને લૂંટના બનાવોથી ત્રસ્ત જીનીંગ સ્પીનીંગ અને ઓઇલ ઇન્ડ . એસો દ્વારા મામલતદારને આવેદન આપ્યુ છે . ગ્રામ્યમાં પણ ચોરીમાં હજુ સુધી તસ્કર પકડાયા નથી કે ફરીયાદ નોંધાઇ નથી એમ જણાવી આક્રોશ વ્યકત કરાયો છે . આ લેખિત આવેદમાં જણાવાયુ છેકે,કાલાવડ શહેર ફરતે આઠ કિલોમીટર વિસ્તારમાં જુદા જુદા જીનીંગ, સ્પીનીંગ અને ઓઇલ મીલો સહિતના એકમો આવેલા છે.

જે વિસ્તારની આસપાસ કોઇ વસ્તી પણ નથી . કાલાવડ જામનગર રોડ પર ગત તા .14 વહેલી સવારે જુદી જુદી ત્રણ ઓઇલ મિલમાં ઘાડપાડુ ધુસ્યા હતા જેમાં એકમાંથી રૂ .1.20 લાખની ચોરી કરી હતી . જયારે 19 ના રણુજા રોડ પર જીનીંગ સ્પીનીંગ એકમો જેવા કે કૈલાશ કોટન , પુજા કોટન અને શીતલ યુનીવર્સલ ત્રાટકયા હતા જેમાં કૈલાશ ઇન્ડ . માંથી 1.95 લાખ તથા પુજા ઇન્ડમાંથી 35 હજારની ચોરી કરી અન્યમાં તોડફોડ કરી હોવાનુ જણાવાયુ છે .

આ ઉપરાંત તા .28 ના બે ઇન્ડમાં લૂંટના ઇરાદે તોડફોડ તેમજ તા .29 ના બે એકમમાં લૂંટના ઇરાદે ધુસ્યા બાદ જાગી જતા ચાલ્યા ગયાનુ જણાવાયુ છે . લગભગ 15 દિવસમાં 14 જેટલા ચોરી - લુંટના બનાવ બન્યા છે જયારે છેલ્લા છ માસથી પોલીસની કથિત નિષ્ક્રિયતાથી ચોરીઓ થઇ રહી હોવાનો આક્રોશ વ્યકત થયો છે . આ અંગે કાર્યવાહી કરવા આવેદન પાઠવી માંગ કરાઇ છે .

અન્ય સમાચારો પણ છે...