હાલાકી:ગત ચોમાસામાં પુલ તૂટ્યા બાદ ડાયવર્ઝન માર્ગ ધોવાતા કેશિયાના લોકોને ભારે હાલાકી

જોડીયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલવાહક ભારે વાહનો ગામમાંથી પસાર થતા ગામલોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા

જોડીયા પંથકના કેશીયા ગામ પાસે ગત ચોમાસમાં જામનગર-કચ્છ હાઇવે પરનો પુલ ધરાશાયી થયો હતો જેના પગલે કેશીયા ગામ પાસેનો ડાયવર્ઝન રોડ પર ધોવાતા છેલ્લા ઘણા સમયથી તમામ માલવાહક ભારે વાહનો ગામમાંથી પસાર થતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જામનગરને કચ્છ સાથે જોડતો જોડીયા તાલુકાના કેશીયા ગામ પાસેના ધોરીમાર્ગ પર ગત ચોમાસામાં પુલ તુટી ગયો હતો જેના બાદ ડાયવર્ઝન રોડ કાઢવામાં આવ્યો હતો.જોકે,ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ડાયવર્ઝન માર્ગનુ પણ ધોવાણ થયુ છે.આથી જયાં સુધી આ ડાયવર્ઝન માર્ગ રીપેર ન થાય ત્યાં સુધી હાઇવે પરનો તમામ ટ્રાફિક કેશીયા ગામમાંથી પસાર થાય છે. ગામના સીંગલ પટ્ટી રોડ પરથી પસાર થતા હેવી ટ્રાફિકના પગલે હવે આ માર્ગ પર પણ ઠેર ઠેર ગાબડા પડી ગયા છે.સાથો સાથે આ અવિરત ટ્રાફિકના પગલે ગ્રામજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગામલોકોને વ્યાપક હાલાકી સાથે જોખમ પણ તોળાઇ રહયુ હોવાનો સુર ઉઠી રહયો છે.બીજી બાજુ ડાયવર્ઝન માર્ગના ધોવાણ સાથે આજુબાજુના ખેતરો પણ પાણીથી તરબોળ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...