સ્તૃત્ય કાર્ય:જશાપરમાં ગૌસેવાના લાભાર્થે સાંસ્કૃતિક નાટક

હડિયાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌસેવા યુવક મંડળ દ્વારા નાટકમાં થતો ફાળો ગાયોના લાભાર્થે વપરાય છે

જોડિયા તાલુકાના જશાપર ગામે છેલ્લા 30 વર્ષથી ગૌસેવા યુવક મંડળ દ્વારા સાંસ્કૃતિક નાટકનું આયોજન કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક નાટકમાં એકત્ર થતો ફાળો ગાયોના લાભાર્થે આપવામાં આવે છે. ગામના યુવાનો દ્વારા જુદા-જુદા વેશભૂષા ધારણ કરી નાટક ભજવવામાં આવે છે.

જોડિયા તાલુકાના જશાપર ગામે ગૌસેવા યુવક મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નાટકનું આયોજન દરવર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. ગામના ગૌસેવા યુવક મંડળ છેલ્લા 30 વર્ષ જૂની પરંપરા જાળવી રાખવા આયોજન કરે છે અને નાટકનો મુખ્ય ઉદેશ માત્ર ગૌસેવાના લાભાર્થે કરવામાં આવે છે.

આ નાટક દરમિયાન થતો તમામ ફાળો ગાયોના લાભાર્થે આપવામાં આવે છે. આ નાટક જોવા માટે જશાપર ગામ સહિત જોડિયા, હડિયાણા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઇઓ તથા બહેનો અને વૃધ્ધો અને બાળકો ઉમટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...