કામગીરી:જોડિયા આઇસીડીએસ બ્લોક ઓફીસનું રૂ.40 લાખના ખર્ચે નિર્માણકામ શરૂ થયું

હડિયાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એનકેન પ્રકારે ત્રણ વર્ષથી ટલ્લે ચડેલા કામનો આખરે સુખદ અંત આવતા ગ્રામજનોમાં આનંદ

જામનગરના જોડિયામાં આસીડીએસ બ્લોક ઓફીસના કામ અંગે છેલ્લા ત્રણ વર્ષથી મથામણ ચાલી રહી હતી.પ્રથમ વખત જે ટેન્ડર બહાર પડ્યું હતુ તે 39 ટકા ડાઉન ભર્યું હતું.જેથી નીચુ ટેન્ડર જતા એજન્સીને રદ્દ કરાઇ હતી.જે તે જગ્યા પર મનરેગા યોજના અંતર્ગત બગીચાનું નિર્માણ કાર્ય થયું હતું.આખરે જોડિયા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં આઇસીડીએસ બ્લોક ઓફીસ મંજુર થતા કામગીરી શરૂ કરવામાં આવી છે.

જોડિયામાં આઇસીડીએસ બ્લોક ઓફીસનું છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કામ એનકેન પ્રકારે ટલ્લે ચડ્યું હતું.જેમાં પ્રથમ વખત ટેન્ડર બહાર પડેલ ત્યારે એજન્સી દ્વારા દ્વારા ૩૯ ટકા ડાઉન ટેન્ડર નાખી કામગીરી કરવા સહમતી દર્શાવી હતી.પરંતુ ૩૯ ટકા જેટલું નીચુ ટેન્ડર નાખવાથી કામ ના કરી શકે,જેના કારણે એજન્સીને રદ કરવામાં આવી હતી. અને ફરી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.જ્યારે બીજી વખત એજન્સી ફિક્સ થઈ તે સમયગાળામાં તે ગ્રામ પંચાયત દ્વારા બ્લોક માટે આપેલ જગ્યા સમય મર્યાદામાં icds દ્વારા બિલ્ડીંગ ન બનાવતા બ્લોક માટે ફાળવેલ જગ્યા પર સરકારની મનરેગા યોજનામાંથી બગીચો બનાવાયો હતો. અન્ય કોઈ જગ્યા ન હોય તેથી બીજી એજન્સી પણ સમય મર્યાદામાં જમીન ન મળવાના કારણે કામ ન કરી શકી ન હતી. જામનગર જિલ્લા પંચાયતના આઇસીડીએસના ચેરમેન એસ. એસ. ખ્યાર દ્વારા જોડિયા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં જ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 240 ચોરસ મીટર જગ્યાની ફાળવણી કરતા તાલુકા પંચાયતના પ્રમુખે ડેમેજ પ્રમુખ કવાટર પાડીને પ્રમુખ કવાટરની જગ્યા ફાળવતા આખરે કામગીરી શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...