તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી આંદોલન:આજે જામજોધપુરમાં ટ્રેકટર રેલી, એપીએમસી ગ્રાઉન્ડથી રેલીની શરૂઆત

જામજોધપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 26 જાન્યુઆરીની રેલીના પગલે તંત્ર સતર્ક

જામજોધપુરમાં મંગળવારે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં કિશાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરીના ટ્રેકટર રેલીના પગલે તંત્ર સતર્ક બન્યું છે. એપીએમસી ગ્રાઉન્ડ ખાતેથી રેલી શરૂ થશે. નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં છેલ્લાં ઘણાં દિવસોથી ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. આટલું જ નહીં 26 જાન્યુઆરીના ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેકટર રેલી કાઢવાનું એલાન કર્યું છે. જેના પડધા સૌરાષ્ટ્રમાં પણ પડયા છે.

જામજોધપુરમાં પણ મંગળવારના દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના હેમતભાઇ ખવાની આગેવાની હેઠળ કિશાનોની ટ્રેકટર રેલી નિકળશે. આ રેલી જામજોઘપુર એપીએમસી ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થશે. પ્રજાસતાક પર્વના દિવસે જામજોઘપુરમાં કિશાન રેલીના પગલે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. દિલ્હી સ્થિત આંદોલનને સમર્થન આપવા જામજાેધપુરમાં રેલીનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો