મુશ્કેલી:સુપ્રસિદ્ધ યાત્રાધામ બાવીસીકોટડાનો કોઝવે ધોવાયો, ભક્તોને મંદિરે જવામાં ભારે મુશ્કેલી

મોટીપાનેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેણુ નદીના કાંઠે આવેલા મા બાવીસી આઇના મંદિરે રોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે

મોટીપાનેલીથી 12 કિલોમીટર દૂર જામજોધપુર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ઐતિહાસિક યાત્રાધામ કોટડાબાવીશી ધામ જે જામજોધપુરથી સાત કિમિ ના અંતરે કોટડા ગામની સામે પાર વેણુનદીના કાંઠે મા બાવીસી આઈનું પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરમાં બાવીસ બાવીસ ચારણ બેનોનો ભવ્ય ઇતિહાસ સાથે સમાધિ સ્વરૂપે બિરાજમાન છે અનેક પરચાઓ સાથે સાક્ષાત માતાજી ભક્તોના દુઃખદર્દ દૂર કરી અનહદ સુખ આપી રહી છે. દરરોજ હજારો શ્રદ્ધાળુઓ મા ના દર્શને પધારે છે. મંદિરે આવવા માટે રોજ આઠ થી દસ જેટલી એસટી બસ ની સુવિધા પણ તંત્ર તરફથી મુકવામાં આવી છે.

મંદિરે જવા માટે કોટડા ગામથી કોઝવે પરથી ગામની સામેપાર ભવ્ય અને દિવ્ય મંદિરે જઇ શકાય છે પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંદિરે જવા માટેનો કોઝવે ભારે વરસાદને કારણે દર ચોમાસા પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે ત્યારબાદ ચોમાસાના 4 મહિના પછી નદીમાં પાણી ઓસરતાં દર વર્ષે કાચી માટી નાખીને ક્રોઝવે રીપેર કરી દેવામાં આવે છે. જે ચોમાસા બાદ બે મહિના પછી કામ થાય છે આમ આખા વર્ષમાં લગભગ છ માસ સુધી મંદિરે જવાનો એકમાત્ર રસ્તો બંધ રહે છે.

છ છ માસ સુધી મંદિર અને પ્રસાસન સાથે વિસ્તાર ટાપુમા ફેરવાઈ જાય છે વિસ્તારમા રહેતા માલધારી સહિત મજુર પરિવારોને સામે જ દેખાતા ગામમાં જવા માટે પગપાળા ખેતર માર્ગ પરથી ફરી ફરીને 10 કિલોમીટરનું અંતર કાપી હટાણું કરવા જવુ પડે છે. લોકોની આ પરિસ્થિતિ અત્યંત દયનીય અને કરુણા ઉપજાવે એવી બને છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ભક્તો અને સ્થાનીક લોકોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...