તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણા:જામજોધપુરમાં 800 પરિવારને ફરસાણ અને મીઠાઈનું વિનામૂલ્યે વિતરણ કરાયું

જામજોધપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાતમ-આઠમના તહેવારને અનુલક્ષીને રોટરી કલબનું સ્તુત્ય કાર્ય

જામજોધપુર રોટરી ક્લબ દ્વારા સર્વ જ્ઞાતિના કુલ 800 ગરીબ પરિવારને સાતમ-આઠમના તહેવાર નિમિત્તે 1 કિલો ફરસાણ અને 1 કિલો મોહનથાળનું વિના મૂલ્ય વિતરણ કરાયું હતું. જામજોધપુરમાં રોટરી ક્લબ ગરીબો માટે સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યું છે. શિયાળામાં ગરીબોને ગરમ વસ્ત્રો, ઝૂપડપટ્ટીમાં રહેતા ગરીબોને ફુટ પેકેટ, રક્તદાન કેમ્પ, તહેવારોમાં ફરસાણ-મિષ્ટાનનું વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે.

જે અંતર્ગત સાતમ-આઠમના તહેવાર નિમિત્તે દરેક જ્ઞાતિના આગેવાનો પાસેથી નબળા પરિવારોની યાદી મેળવી પરિવારના ઘેર જઇ એક કિલો ફરસાણ અને એક કિલો મોહનથાળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવાર પણ સાતમ-આઠમનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવી શકે. રોટરી ક્લબ દ્વારા કુલ 800 ગરીબ પરિવારોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. રોટરી કલબ દ્વારા ફરસાણ અને મીઠાઇનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...