રજૂઆત:જામજોધપુર રેલવે સ્ટેશન પર રિઝર્વેશન પુનઃ શરૂ કરવા માંગ

જામજોધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય દ્વારા ડિવિઝનલ મેનેજરને રજૂઆત

જામજોધપુર અને લાલપુર રેલવે સ્ટેશન પરથી લાંબા રૂટની રેલવે રિઝર્વેશન ટિકિટ ફેસીલીટી લાંબા સમયથી બંધ હોવાથી તેને પુનઃ શરૂ કરવા જામજોધપુરના ધારાસભ્ય દ્વારા ભાવનગરમાં ડીવીઝનલ મેનેજરને રજૂઆત કરી માંગ કરી છે. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા દ્વારા ભાવનગરના ડિવિઝનલ મેનેજર કરાયેલ રજૂઆતમાં જણાવ્યા અનુસાર જામજોધપુર લાલપુર ખાતે જામજોધપુર રેલ્વે સ્ટેશન, વાંસજાળીયા જંકશન તેમજ લાલપુર રેલવે સ્ટેશન ખાતેથી એક મહિનાથી પેસેન્જરોને લાંબા રૂટની ટ્રેનમાં મુસાફરી કરવા રેલવે સ્ટેશન મારફતે બુક થતિ રેલ્વે રિઝર્વેશન ટિકિટ ફેસીલીટી બંધ છે.

જામજોધપુર તેમજ લાલપુર બંને મોટા તાલુકા મથક હોવાથી રાજકોટ, સુરત ,વડોદરા તમે જ મુંબઇ જેવા મહાનગરમાં મુસાફરોને ઘસારો વધુ રહે છે તેમજ વાસજાળીયા જંકશન જામજોધપુર તાલુકાના મુખ્ય જંકશન હોવાથી ત્રણેય સ્ટેશન પર ટિકિટ રિઝર્વેશનની ફેસીલીટી તાત્કાલિક શરૂ કરવામાં આવે તો મુસાફરોને પણ સરળતા રહે. તેમ અંત માં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...