સારવાર:પાટણ ગામમાં 2 કલાકના ઓપરેશન બાદ ગીર ગાય બની કેન્સર મુક્ત

જામજોધપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયના નાકમાથી લોહી અને શિંગડાંમાં જીવાતો થઈ હતી

જામજોધપુરના પાટણ ગામમાં શિંગડાના કૅન્સર થઈ પીડિત ગિર ગાયને મોબાઈલ વેટરનીટી ડિસ્પેન્સરી 1962 દ્વારા સારવાર કરીને નવજીવન અપાયું હતું.જામજોધપુર તાલુકાના ડુંગરાળ ગામમાં એક ગીર ગાય છેલ્લા 3 મહિનાથી કૅન્સરની પીડાથી પીડાતી હતી. જે ગાયના શિંગડામાં જીવાતો પડી ગઈ હતી અને ગાયના નાક માં લોહી વહેતુ હતું.

ગાયના માલિક રમેશભાઈ દ્વારા 10 ગામ દીઠ ચાલતી મોબાઇલ પશુ દવાખાનાનો 1962 માં સંપર્ક કર્યો હતો જે બાદ એમ્બ્યુલન્સ ત્યાં દોડી ગઈ અને ડૉ. સૌરભ ડામોર, ડો. સાહિલ સિંગ , પાયલોટ હર્ષદીપસિંહ સહિતની 1962ની ટીમ ત્યાં પહોંચી ગાયને તપાસી ત્યારે સામે આવ્યું કે ગીર ગાયને શીંગડાનું કૅન્સર છે. આથી તાત્કાલિક ગાય શીંગડાનું ઓપરેશન હાથધર્યું હતું અને 2 કલાકના લાબ ઓપરેશન બાદ ગાયને નવજીવન આપ્યું હતું. ગાયના માલિક 1962ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...