આકરા પગલા:જામજોધપુર અને સલાયામાં ફાયરના સાધનો અને NOC વગરની 6 શાળા સીલ

જામજોઘપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ, નગરપાલિકા દ્વારા કાર્યવાહી
  • તમામ શાળાને નોટિસ ફટકારી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કરાયો

જામજોઘપુર અને સલાયામાં ફાયર એનઓસી વગરની 6 શાળા નગરપાલીકા દ્વારા સીલ કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે. તપાસ દરમ્યાન શાળાઓમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો. નગરપાલિકા દ્વારા તમામ શાળાને નોટીસ ફટકારી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.સલાયા નગરપાલિકાના ચીફ ઓફીસર નતિષા માથુર દ્વારા ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એનોસી માટે શાળાઓમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન સલાયા માધ્યમિક શાળા, વાઘેરવાસ પ્રાથમિક શાળા અને સલાયા કન્યા-તાલુકા શાળામાં ફાયર સેફટી અને ફાયર એનઓસી ન હોવાનું ખુલ્યું હતું.

આથી અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ મુજબ ત્રણેય સ્કૂલને સીલ કરવામાં આવી હતી. આટલું જ નહીં ત્રણેય શાળાને નોટીસ ફટકારી તુરંત કામગીરી કરવા હુકમ કર્યો છે. જામજોધપુરમાં પણ પાલિકા દ્વારા શાળાઓમાં ફાયર સેફટી સાધનો અને એનઓસી મુદે ચેકીંગ કરાયું હતું. જેમાં તાલુકા શાળા 1 અને 3 તથા તેમજ ખરાવાડ બ્રાન્ચ શાળા નંબર-1માં ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસી ન હોવાના કારણે ત્રણેય સ્કૂલને સીલ કરી નોટીસ આપી તાકીદે યોગ્ય કામગીરી કરવા હુકમ કર્યો છે. શાળા સીલ કરાતા વાલીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...