હાલમાં ઉંડ -1 સિંચાઇ યોજનાનું રવિ સીઝન માટે તેમજ તળાવો ભરવા પાણી છોડવામાં આવેલ છે . જે પાણી ખેડૂતોનાં ખેતરો સુધી પહોંચતુ ન હોવાની તેમજ હજુ ફોર્મ ભરવાનાં પણ બાકી હોવાની રાવ સાથે જોડીયા તાલુકાનાં વાવડી ગામનાં ખેડૂતોએ કેનાલની સફાઇ તેમજ રીપેરીંગ કર્યા વિના ભારે રોષ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઇ પાણી છોડવા સામે ધ્રોલ સિંચાઇ કચેરીએ ઉગ્ર રજુઆત કરી હતી . હાલમાં ખેડૂતોને રવિ સીજન પાક તેમજ તળાવો ભરવા માટે ઉંડ –1 ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે .
તેમાં જોડીયા તાલુકાનાં વાવડી ગામનાં ખેડૂતોએ બહોળી સંખ્યામાં ધ્રોલ સિંચાઇ વિભાગના નાયબ કાર્યાપાલક ઇજનેર કચેરીએે કરેલ લેખીત તેમજ મૌખીક રજુઆત માં રોષ ભેર જણાવ્યું હતું કે વાવડી ગામ માંથી પસાર થતી મેઇન કેનાલ અને માઇનોર કેનાલની સફાઇ અને ફોર્મ ભરવાનાં બાકી હોય પાણી છોડવામાં ન આવે તે માટે રજુઆત કરીએ છીએ .
બધા ગામો માંથી ઓછામાં ઓછા 60 ટકા ફોર્મ ભરાય અને સફાય પુર્ણ થાય ત્યાર પછી જ પાણી આપવું અલગ અલગ માઇનોર 33, 34, 35, 34-1, 34-2, 34-3 મેઇન કેનાલ કે માઇનોર કેનાલમાં હાલ બાવળો ઉગી ગયા છે અને માટી ભરાઇ ગઇ છે . તેની સફાઇ ન થાય તો ખેડૂતનાં ખેતર સુધી કેનાલનું પાણી પહોંચી શકે તેમ નથી . આથી સફાઇ થયા બાદ પાણી છોડવામાં આવે એવી માગ કરી હતી
વાવડીના ખેડૂતોની મુખ્ય રજુઆત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.