ધ્રોલ પાસે વિચિત્ર અકસ્માત:ટ્રક- ડિવાઇડર સાથે અથડાયેલી કારનો બુકડો બોલી ગયો, પતરા તોડી 4ને બહાર કાઢ્યા

ધ્રોલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર રાજકોટ હાઇવે પર એક કિ.મી સુધી ટ્રાફિક જામ થયો

ધ્રોલ માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ડીવાઇડર સાથે અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો.જયારે કાર સવારોને કટરથી પતરા કાપી બહાર કઢાયા હતા. સદનશીબે કોઇ જાનહાની થઇ નથી જયારે કાર સવાર ત્રણ પુરુષ અને એક મહિલાને નાની મોટી ઇજા થઇ હતી.

ધ્રોલ માર્કેટીંગ યાર્ડ પાસે જામનગર જતી એક કાર અને ટ્રકનો અકસ્માત સર્જાતા કાર ડીવાઇડર પરના એંગલમાં ફસાઇ ગઇ હતી. આ અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થઇ હતા. હાઇવે પર ટ્રાફીક જામ ગયો હતો. એકાદ કીલો મીટર જેટલી વાહનોની લાઇન થઇ થપ્પા લાગી ગયા હતા. આ અકસ્માતમાં કાર સવારને લોકોએ ભારે જહેમત બાદ કારના પતરા કટરથી તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. કારનો બુકડો બોલી ગયો હતો. સદનશીબે અકસ્માતમાં કોઇ જાનહાની ન થતા. કારમાં સવાર એક મહિલા અને ત્રણ પુરુષોને નાની મોટી ઇજાઓ થઇ હતી. તેઓને સારવારાર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા.ઇજાગ્રસ્ત ચારેયને સારવાર અર્થે ખસેડાયા હતા.

જામનગર અને ખંભાળિયામાં પણ વાહન અકસ્માત સજાર્યા, 2ના મોત
ખંભાળિયા : ખંભાળિયા નજીક હંસ્થળ ગામના પાટીયા પાસે હાઇવે પર એક કારે ડબલ સવારી બાઇકને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર ભીખુરામ વીરદાસ ગોંડલીયા(રે. હસ્થળ)નું મૃત્યુ નિપજયુ હતુ.જયારે બાઇક પાછળ બેઠેલા ઉકાભાઇ ભરવાડને શરીરે ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.

હાપા પાસે છકડો રહસ્યમય રીતે ગોથું ખાતા યુવાનનું મોત
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ પર બુધવારે બપોરે જઈ રહેલા છકડા રીક્ષા નં.જીજે-25-ટી 2297 કોઈપણ કારણોસર કાબુ બહાર થઇ જતા ગોથુ મારી જતા તેમાં રહેલા મોરકંડા રોડ પર રહેતા નિલેશભાઈ વાઘેલા (ઉ.વ.35) નામના યુવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે સાથે રહેલા આમદભાઈ નામના વ્યક્તિને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા 108 ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસ પણ દોડી આવી હતી .

અન્ય સમાચારો પણ છે...