નુકસાની:આ માનસર-જાલિયા અને તમાચણ રોડ છે ! ઘોડાપુરે સિમેન્ટ રોડના લીરેલીરા ઉડાડ્યા

ધ્રોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઊંડ-1 નદીમાં ઘોડાપુરથી કોઝ-વે બન્ને છેડે ધોવાયો, વાહનવ્યહાર ખોરવાયો
  • આ તો દર વર્ષનું છે, કાયમી ઉકેલ આવી જાય એ તો સ્વપ્ન જેવું જ છે

ધ્રોલના માનસર જાલીયા તમાચણ રોડ પરનો કોઝ-વે ભારે વરસાદથી ઉંડ-1 નદીમાં ઘોડાપુર આવતા બન્ને છેડેથી ધોવાય ગયો છે.પરિણામે આ રોડ પરથી વાહનવ્યહાર બંધ થયો છે.ધ્રોલના માનસર અને જાલીયા તેમજ તમાચણ અને આસપાસના ગામના વાહનચાલકોને પસાર થવુ મુશ્કેલ બન્યું છે.વરસાદ બંધ થવા છતા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તંત્ર દ્વારા આ રોડ પરથી વાહનવ્યવહાર પુર્વવત કાર્યરત થાય તે માટે તાત્કાલીક ધોરણે માટી નાખી રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

વાહનવ્યહાર ખોરવાયો
ધ્રોલના માનસર જાલીયાથી તમાચણ ગામોને જોડતો જાલીયા માનસર નજીક ઊંડ-1 નદી પર આવેલા પુલના બન્ને છેડાઓ ધોવાઇ જતાં ગ્રામજનોને તથા આસપાસના ખેડુતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જાલીયા દેવાણી માનસર ગામે આવેલ ઊંડ-1 ડેમમાંથી ઉપરવાસમાં વરસાદના લીધે વારંવાર પાણી છોડતા ઉંડ-1 ડેમની નીચાણમાં આવેલા પુલના બન્ને છેડા ઉપરથી માટી વારંવાર ધોવાઇ જતાં પુલને ભારે નુકસાન થાય છે છતાં પણ આ પુલની દર વર્ષની સમસ્યાનું નિરાકરણ આવે તે બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતા દર વર્ષે પુલ ધોાવાઇ જાય છે.બન્ને છેડા પર જો કોંક્રીટ કરવામાં આવે તો દર વર્ષની સમસ્યા દુર થઇ શકે તેમ છે.હાલ આ કોઝ-વે બન્ને સાઇડથી ધોવાય જતા વાહનચાલકોને પસાર થવું અતિ મુશ્કેલ બન્યુ છે.

ગ્રામજનોની આક્રોશભરી રજૂઆત
ગ્રામજનોનાં જણાવ્યા મુજબ આ પુલના બન્ને છેડાઓ સિમેન્ટ કોંક્રેટ કરવામાં આવે તો આ સમસ્યાનો હલ લાવી શકાય તેમ છે.લાખો રૂપિયાના ખર્ચે બનેલા પુલ નું આયુષ્ય પણ વધી શકે જેથી ગ્રામજનો તથા લોકોની માગણી છે કે,આપ પુલ પર બંને છેડા કોંક્રેટ કરી‌ તાત્કાલિક રીપેરીંગ થાય તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...